બોરીયામાં બ્રહ્માણી માના મંદિરે હવન કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ : પ્રાંતિજનાબોરીયામાં બ્રહ્માણી માતાજીના મંદિરે હવન કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે પાંચ યજમાનોએ ધર્મલાભ લીધો હતો. મુખ્ય યજમાન તરીકે મહેન્દ્રસિંહ બારૈયાએ ધર્મલાભ લીધો હતો. જેમાં જિલ્લા સદસ્ય મીલ્કતસિંહ રાઠોડ, અધ્યક્ષ બેચરસિંહ રાઠોડ, ભરતસિંહ રાઠોડ, તાજપુર દૂધ મંડળીના ચેરમેન રમેશભાઇ પટેલે માના દર્શનનો લાભ લીધો હતો. પ્રસંગે ભૂદેવોએ વિધિવત પૂજાઅર્ચના કરાવી હતી. હવનની પૂર્ણાહૂતિ બાદ શ્રીફળ હોમવામાં આવ્યું હતું. તસવીર-કાળુસિંહરાઠોડ

અન્ય સમાચારો પણ છે...