તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પાણીના મૂલે શાકભાજી વેચવું પડતું હોઇ ખેડૂતોને રોવાનો વારો આવ્યો

પાણીના મૂલે શાકભાજી વેચવું પડતું હોઇ ખેડૂતોને રોવાનો વારો આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધી : શાકભાજીનું વાવેતર કરનારા જિલ્લાના ખેડૂતો પસ્તાયા

સાબરકાંઠાજિલ્લાના તાજપુર, મજરા, ઘડકણ, વડવાસા, પ્રાંતિજ, સાંપડ, વાઘપુર સહિતના વિસ્તારના ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરી જીવન નિર્વાહ કરે છે. પરંતુ નોટબંધીના કારણે છેલ્લા બે સપ્તાહથી શાકભાજીનું વેચાણ નહીં થતાં ખેડૂતોને લમણે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. મોંઘીદાટ દવા, ખાતરો અને બિયારણોના ખર્ચ પણ માથે પડતાં ખેડૂતો હવે શું થશે ωના વિચારથી ફફડી રહ્યા છે.

છેલ્લા 20 દિવસોથી ખેડૂતોની શાકભાજી પડી રહી છે, કયાંય લઇ જાય તો પૂરતા નાણાં પણ મળતા નથી. જેના કારણે માલ માર્કેટયાર્ડોમાં પડયો રહે છે. નોટોની પળોજણથી કોબીજ, ફલાવર, ટામેટા, વાલોળ, રીંગણ, ગુવાર, ચોળી જેવી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે. માર્કેટયાર્ડોમાં મફતના ભાવે શાકભાજી માગવામાં આવે છે. જેથી ખેડૂતોને ઘરના પૈસા મુકવાના આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ, સુરત અને છેક મુંબઇ સુધી શાકભાજી પહોંચાડતા ખેડૂતો ચાલુ વર્ષે નિરાશ થઇ ગયા છે. છેલ્લા પંદર દિવસથી નોટોની પળોજણે ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાવી દીધા છે. આથી જીવન જરૂરી ચીજવસ્તુનો ખર્ચ કેમ કાઢવો તે પણ ચિંતાનો પ્રશ્ન બન્યો છે.

નેશનલ હાઇવે નં.8 પર ઊભા રહી શાકભાજી વેચે છે

નેશનલ હાઇવે નં.8 ઉપર ઠેર ઠેર ખેડૂતો શાકભાજી લઇ ઉભા રહે છે. પરંતુ મફતના ભાવે પણ કોઇ લેનાર નથી. કોબીજ, ફલાવર સહિતની શાકભાજીના ખડકેલા ઢગલામાંથી ખેડૂતોને મુઠ્ઠી પણ મળવી મુશ્કેલ છે. ત્યારે સરકાર તરફથી તાકીદે સહાય ચૂકવવામાં આવે તેવુ ખેડૂતો ઇચ્છી રહ્યા છે. તસવીર- કાળુસિંહ રાઠોડ

પાક બગડી જતો હોઇ નાછુટકે વેચીને આવવું પડે છે

^તૈયારમાલ થવાથી નાછૂટકે માર્કેટમાં જવુ પડે છે અને ઢગલો કરી લાઇનમાં ઉભા રહેવું પડે છે. જે ભાવ મળે તે રૂ.500ની નોટ લઇ પરત આવવું પડે છે. > શંભુભાઇચતુરભાઇ, ખેડૂતઅનવરપુરા

500ની નોટ ના લઇએ ભાવ સાવ ઓછા આપે છે

^માર્કેટમાંભાવ મળે છે, તો વેપારીઓ રૂ.500ની 1000ની નોટ આપે છે, નથી લેતા તો ભાવ સાવ તળિયે બેસાડી દે છે. ખાતર, બિયારણ લેવા જઇએ છીએ તો વેપારી નોટ નથી લેતા, છતાં પૈસે ભીખારી થવાનો વારો આવ્યો છે. > દશરથભાઇપટેલ, ખેડૂતવડવાસા, તા.પ્રાંતિજ

અન્ય સમાચારો પણ છે...