તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પ્રાંતિજ પાલિકાના વોર્ડ 6ની 1 બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ 58 ટકા મતદાન

પ્રાંતિજ પાલિકાના વોર્ડ-6ની 1 બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ 58 ટકા મતદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજનગરપાલિકાના વોર્ડ નં.6ની એક બેઠક માટે રવિવારે યોજાયેલી પેટાચૂંટણીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું હતું. સાથે બંને ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા, જેનો ફેંસલો મંગળવારે થશે.

પ્રાંતિજ નગરપાલિકામાં વોર્ડ નં.4 અને 6ની પેટાચૂંટણી જાહેર થઇ હતી. જેમાં વોર્ડ-4માં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રવિવારે વોર્ડ નં.6ની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. અહીં ભાજપ- કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો. પાલિકામાં ભાજપનું શાસન હોઇ સીટ બચાવવા અને કોંગ્રેસ સીટ હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. સાંજે મતદાન પૂરું થયું ત્યારે કુલ 2475 પૈકી 1430 મતદારોએ એટલે કે 58 ટકા મતદાન થયુ હતું. ભાજપના ઉેમેદવાર લક્ષ્મીબેન મનુસિંહ રાઠોડ અને કોંગ્રેસના ઉમેદવાર સીતાબેન જગદીશસિંહ રાઠોડ બંને દ્વારા જીતના દાવો કરાયા હતા. હવે મત ગણતરી 29મીએ હાથ ધરાનાર છે.

નગરપાલિકાની રવિવારે યોજાયેલી પેટાચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યુ હતું. તસવીર- કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...