પ્રાંતિજમાં મહિલાના ગળામાંથી ચેન તોડવાનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ શિવમ્ સોસાયટીના ગેટ બહાર રાત્રીના સમયે કૈલાસબેન નાનજીભાઇ કચ્છી પટેલ શ્વાનો માટે ખોરાક મુકતા હતાં. દરમિયાન અંધારાનો લાભ લઇને પલ્સર બાઇક લઈને આવેલા શખસે મહિલાના ગળામાં રહેલ ચેન તોડી ભાગતાં ચેન નીચે પડી ગઇ હતી.

મહિલાએ બુમાબુમ કરી દેતાં ચાલક બાઇક લઈને ભાગ્યો હતો. સોસાયટીના રહીશો તથા ત્યાંથી અવર જવર કરતાં લોકો દોડી આવ્યા હતાં. ઘટના બાદ એપ્રોચરોડની સોસાયટીના રહીશોએ સોસાયટી બહાર લગાવેલી સ્ટ્રીટલાઇન બંધ હોવાથી આવનાર દિવસોમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ નહી થાય તો ગાંધીચિંધ્યા માર્ગે જવાની ચિમકી ઉપચારી છે.

અન્ય સમાચારો પણ છે...