તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજના BSCના વિદ્યાર્થીએ પૈસા ભરેલુ પાર્કિટ પરત કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજની નાની ભાગોળમાં રહેતો અને BSCના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો જગદીશ હરિસિંહ પ્રાંતિજ ત્રણ રસ્તા ઉપર આવેલ દેનાબેંકનાં એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા ગયો હતો ત્યારે ત્યાંથી પર્સ મલ્યુ હતું. જેમાં પંદર હજાર તથા બેંકનો ચેક તથા વિવિધ બેંકોના એટીએમ તથા કેર્ડીટ કાર્ડ હતાં અને તેને પ્રાંતિજ સ્ટેટ બેંક ખાતે ફરજ બજાવતા તેના પિતા હરિસિંહ રાવને ફોન કરી જાણ કરી હતી અને પિતાએ પુત્ર જગદીશને તરત પોતાની બેંકમાં બોલાવી પર્સ ખોલી અંદરથી સ્ટેટબેંકનું એટીએમ કાઢીને સર્ચ મારતાં તેનો મોબાઈલ નંબર સહિત મળી આવતાં મુળ માલિક પ્રાંતિજ તાલુકાના કતપુર ગામના પટેલ રવિકુમાર રશીકભાઇ હોવાનું માલુમ પડતાં તેને ફોન કરી બેંકમાં બોલાવી અસલ માલિકને પર્સ પરત કર્યું હતું. જગદીશ અને તેના પિતા હરિસિંહ રાવનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...