વાઘપુરમાં જમીનનો ખોટો બાનાખત કરી 67 લાખ પડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકાના વાધપુર ખાતે 18 વિધા જમીનનાં ખોટી રીતે બાનાખત તૈયાર કરી રોકડા તથા ચેક દ્વારા કુલ- 67,00,000 પડાવી લેતા ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

વાઘપુરમાં અનુપસિંહ કોદરસિંહ રાઠોડ, ભરતભાઇ બાબરભાઇ દેસાઇ, રાયમલભાઇ બળદેવભાઇ દેસાઇ દ્વારા જમીનના ખોટા કાગળો બનાવી ફરિયાદી સાથે વિશ્વાસમાં લઈ નાણાંકીય છેતરપિંડી કરતાં ફરિયાદી સમીરભાઇ બાબુબાઇ મનસુરીને વાઘપુર ગામની સીમના ખાતા નં-451 તથા જુનો બ્લોક/ સર્વે નં-243થી 249 અને 255 તથા નવો બ્લોક સર્વે નં-765 થી 771 તથા 807 છે જે જમીન કુલ- 4-3 -2-3 -4 હે.આર. એ. ચો.મી (18 વીઘા) જમીન વેચાણ અપાવવાનું કહીને જમીનના બાનાખત માટે સમીરભાઇ પાસેથી રૂ. 28.50 લાખ રોકડ, રૂ.7.50 લાખના ચેક તથા બીજા રૂ.31 લાખ એમ કુલ મળી રૂ. 67 લાખ મેળવી વિશ્વાસમાં લઇ રૂ. 100ના સ્ટેમ્પ પેપર ઉપર બાનાખત કરી તથા સાક્ષીની સહી કરાવી બાકીના ખેડૂત ખાતેદારોની સહીઓ કરાવી બાનાખત આપી જઇશું તેમ કહી ફરિયાદીની ગેરહાજરીમાં ખેડૂત ખાતેદારોના ફોટા ચોંટાડી બાનાખત તૈયાર કરાવી નોટરીના જાહેર રજીસ્ટરમાં પણ ખોટી સહીઓ કરી બનાવટી બાનાખત સાચું હોવાનું જણાવી ખાતેદારો પાસેથી જમીન અનુપસિંહ કોદરસિંહ રાઠોડના નામે વેચાણ કરવા અંગેનું બીજું બાનાખત કરાવી લઇ છેતરપીંડી કરી સમીરભાઇ બાબુભાઇ મનસુરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમીરભાઈ મનસુરી (રહે. પ્રાંતિજ) દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ગુન્હો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...