સગીરા પર દુષ્કર્મના ગુનામાં યુવાનને 10 વર્ષ કેદની સજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જીઆઇડીસીમાંથી બે વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર યુવાનને મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટે કસુરવાર ઠરાવી 10 વર્ષની કેદ અને રૂ 23 હજાર દંડ ફટકાર્યો હતો.

મહેસાણા જીઆઇડીસીમા પ્લોટ નંબર 108 નંબરની ઓરડીમાં રહેતી સગીરાને ચાણસ્મા તાલુકાના ધરમોડાના સવધનજી અભુજી ઠાકોરે પ્રેમજાળમાં ફસાવી હતી.ગત 30 એપ્રિલ, 2016ના રોજ સવારે 9.30 વાગ્યે સગીરાનું અપહરણ કરી ગયો હતો. સગીરા સાથે સવધનજી ઠાકોર ઝડપાતા વિવિધ જગ્યાએ ફેરવીને દુષ્કર્મ આચર્યાનું ખુલતા પોલીસે દુષ્કર્મ, પોક્સોની કલમનો ઉમેરો કર્યો હતો. કેસ મહેસાણા એડિશનલ સેશન્સ જજ પ્રકાશચંદ્ર સમરતાભાઇ કાલા સમક્ષ ચાલતા સરકારી વકીલ રેખાબેન જોષીની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ કોર્ટે સવધનજી ઠાકોરને 10 વર્ષની કેદ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...