પ્રાંતિજ ના વાધપુરમાં વીજ ફોલ્ટ થતાં ઇલેટ્રોનિક ઉપકરણો ખાખ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ-ત્રણ દિવસ થી રજુઆત કરવા છતાં કાર્યવાહી હાથ ધરવામાં ના આવતાં નુકશાનનો વારો આવ્યો

પ્રાંતિજનાવાધપુર ગામે વીજ ફોલ્ટ થતાં અનેક ઘરોમાં વિવિધ વિજ ઉપકરણો બળી જતાં ગ્રામજનોને ભારે નુકશાન થયુ હતું.જોકે, અંગે વિજ કંપનીના એન્જિનયરને જાણ કરતા બહાર છુ થોડીવારમાં આવીશ તેવા જવાબો મળ્યા હતા. આવા અધ્ધરતાલ જવાબ મળતા ગામજનોમાં રોષની લાગણી પ્રસરી ગઇ હતી.

અઆ અંગેની વિગત એવી છે કેઘ પ્રાંતિજના વાધપુર ગામે છેલ્લા ત્રણેક દિવસથી વોલ્ટેજ વધધટ થતાં થાંભલાઓ ઉપર વીજ કરંટ આવવાની ફરિયાદનો વાધપુર ગામજનો તથા સરપંચ દ્વારા પ્રાંતિજ વિજકંપનીમાં કર્યાં છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ના આવતાં ગામજનોને સહન કરવાનો વારો આવ્યો છે અને 4000 જેટલી વસ્તી ધરાવતાં ગામમાં રાઠોડવાસ, વણકરવાસ, બાળરોડા મહેલ્લો, ઓરડાં મહેલ્લો, યુવડીયા મહેલ્લો વગેરે વિસ્તારોમાં સોમવારે રાત્રીએ અચાનક વીજ ફોલ્ટ થતાં ફ્રીઝ, ટીવી, પંખા, ટુબ લાઇટ, બલ્બ સહિતના ઇલેટ્રોનિક ઉપકરણો બળી ગયાં છે અને ફરિયાદ કરવા છતા કાર્યવાહી હાથ ધરવામાં ના આવતાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છ. ત્યારે અંગે વિજકંપની પ્રાંતિજના એન્જિનીયરનો ઓફિસ ઉપર તથા ફોન ઉપર સંપર્ક કરતાં તેવો બહાર છે થોડીવારમાં આવશે તેવાં જવાબો મળતાં હતાં અને તેવો કેમેરા સામે આવવાં તૈયાર હતા. જેના કારણે ગામજનોમાં રોષ વ્યાપી ગયો હતો.

વાધપુરમાં રાત્રીએ અચાનક વીજ ફોલ્ટ થતાં ફ્રીઝ, ટીવી, પંખા, ટુબ લાઇટ, બલ્બ સહિતના ઇલેટ્રોનિક ઉપકરણો બળી ગયાં હતા.- તસવીર-કાળુસિંહરાઠોડ