તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજની સ્વચ્છતા માટે અપાયેલા કરોડોના વાહનો હાલ ધૂળ ખાય છે !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયસરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકાને અનેક વાહનોની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ પાલિકાની અણઆવડતને કારણે વાહનોનો ઉપયોગ થતો હોવાને કારણે પાલિકા સંચાલિત આંબેડકર શોપીંગ સેન્ટરમાં રાખી મુકાયા છે. જેના કારણે શોપીંગના અન્ય દુકાનદારોને પણ મુશ્કેલી પડી રહી છે.

અંગે કેટલાક વેપારીઓએ નામ આપવાની શરતે જણાવ્યુ હતું કે રાજય સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરની સ્વચ્છતાને ધ્યાનમાં રાખી કરોડો રૂપિયાના વાહનો નગરપાલિકાને આપવામાં આવ્યા છે. પરંતુ તેનો ઉપયોગ કરવાને બદલે પાલિકાના સત્તાવાળાઓ વાહનોને ભાંખરીયા બસ સ્ટેન્ડ પાસે આવેલ આંબેડકર શોપીંગમાં ઉભા કરી દેવાયા છે. જેથી સરકારે ખર્ચેલા નાણાંનો હેતુ સિધ્ધ થતો નથી. જેથી પ્રજામાં રોષની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકા દ્વારા નગરપાલિકાઓને શહેરમાં સ્વચ્છતા રાખવા જે સાધનો ફાળવાયા તે પાલિકાની અણઆવડથી ધૂળ ખાઇ રહ્યાં છે.

રાજય સરકાર દ્વારા પ્રાંતિજ નગરપાલિકાને અપાયેલા કરોડો રૂપિયાના વાહનો ઉપયોગના અભાવે ધૂળ ખાઇ રહ્યા છે. તસ્વીર - કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો