તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Prantij
 • કતપુર ટોલટેક્ષ પાસે પાગલને બચાવવા જતા કાર હોડીંગ્સ સાથે ટકરાઇ,બે મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતપુર ટોલટેક્ષ પાસે પાગલને બચાવવા જતા કાર હોડીંગ્સ સાથે ટકરાઇ,બે મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજનાકતપુર ટોલટેક્ષ પાસેથી રવિવારે સવારે શામળાજીથી અમદાવાદ જઇ રહેલ કારના ચાલકે એક પાગલને બચાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર અને પાગલ બંને હોડીંગ્સ સાથે ટકરાયા હતા. જેથી બે જણાના મોત નિપજયા હતા. જયારે કારમાં બેઠેલા અન્ય ચાર જણાને ઇજા થતાં સારવાર માટે પ્રાંતિજ સિવિલમાં લવાયા હતા.

રવિવારે શામળાજી તરફથી આવી રહેલ કાર નં.જીજે.18.બીઇ.5511 કતપુર ટોલટેક્ષ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક એક પાગલ રોડ પર ધસી આવતા તેને બચાવવા માટે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે પાગલને ટક્કર વાગતા કાર અને પાગલ બંને હોડીંગ્સના પિલ્લર સાથે ભીડાઇ ગયા હતા. જોકે અકસ્માતને કારણે પાગલ યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. તેમજ કારમાં જઇ રહેલ તારક નરેન્દ્રભાઇ માખીજા (ઉ.21, રહે.ઉસ્માનપુરા, અમદાવાદ)નું

...અનુસંધાન8 પર

કતપુર ટોલટેક્ષ પાસે

સારવારમળે તે પહેલા મોત નિપજયુ હતું. જોકે અકસ્માતમાં ઘવાયેલા અન્ય ચાર જણાને તરત 108 દ્વારા સારવાર માટે પ્રાંતિજ સિવિલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતની ઘટના અંગે કેયુર રમેશભાઇ રામાણીએ કાર ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે મૃતક તારકના પિતા નરેન્દ્રભાઇ માખીજાને ખબર પડતા તેઓ પરિવાર સાથે પ્રાંતિજ સિવિલમાં દોડી આવ્યા હતા અને રોકકળ કરી મૂકી હતી.

કતપુર ટોલટેક્ષ પાસેથી પસાર થઇ રહેલી કાર હોડીંગ્સના પિલ્લર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. તસ્વીર - કાળુસિંહ રાઠોડ

ઇજાગ્રસ્તોની યાદી

-કેયુર રમેશભાઇ રામાણી

- વંથાલી શ્રેય (ઉ.વ.20)

- ભાવિક જયંતિભાઇ સેલડીયા

- રવિ જયંતિભાઇ સેલડીયા

(ચારેયરહે.અમદાવાદ)નેગેટિવ ન્યૂઝ

નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો