Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેઘરજમાં પૂર્વ શિક્ષણ મંત્રીના ઘરે ચોરી થયાના 24 કલાકે ર્ડાગ સ્કવોર્ડ આવી !
પ્રાંતિજમાં સ્ટ્રીટ લાઇટના થાંભલાની ચોરી પકડવામાં પાલિકા-પોલીસની ઉદાસીનતા
પ્રાંતિજનગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર લગાવવા માટે મંગાવાયેલા 29 લોખંડના થાંભલા પૈકી કેટલાક થાંભલા 12 દિવસ અગાઉ ટ્રકમાં ભરી ચોરી કરાઇ રહી હતી ત્યારે ટ્રકની કોર્પોરેટરો તથા પ્રમુખે પકડીને નગરપાલિકા હસ્તક લઇ લીધી હતી. પરંતુ હજુ સુધી સ્ટ્રીટ લાઇટના થાંભલાની ચોરી અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ કરાઇ નથી. જેથી કંઇ રૂંધાઇ રહ્યુ હોવાનું લોકમુખે ચર્ચાય છે.
પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના થાંભલા ખરીદવા માટે કાર્યવાહી કરાઇ હતી. જે અંતર્ગત 29 લોખંડના થાંભલા મંગાવાયા હતા. દરમિયાન 12 દિવસ અગાઉ રાત્રિના સુમારે ટ્રક નં.જીજે.9.વી.7832માં સ્ટ્રીટ લાઇટના ચાર થાંભલા ભરી જતી ટ્રકને પકડી લેવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેટરો અને પાલિકા પ્રમુખે આવી ટ્રકને નગરપાલિકાના શોપીંગ સેન્ટર પાસે મુકાવી દેવાઇ હતી અને પોલીસ કેસ કરવાનું નક્કી કરાયુ હતું.
બીજી તરફ સોમવાર સુધીમાં કોઇ પોલીસ કેસ થયો નથી. જેથી લોખંડના થાંભલાની રોજબરોજ ચોરી થઇ રહી છે. જોકે અત્યારે 18 થાંભલા હયાત છે. તો બાકીના થાંભલા કયાં ગયા તે પ્રાંતિજની પ્રજાને સમજાતું નથી.
પ્રાંતિજમાંથી સ્ટ્રીટ લાઇટના થાંભલાઓની ચોરી થઇ હોવા છતાં 12 દિવસ બાદ પણ કોઇ પોલીસ ફરિયાદ કરી નથી. તસ્વીર - કાળુસિંહ રાઠોડ