પ્રાંતિજના ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજરે તમામ વિરુદ્ધ ફરિયાદ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજમાંકાર્યરત અર્બુદા ક્રેડિટ સોસાયટીમાં છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન સભાસદ, ખાતેદારો અને થાપણદારો સાથે નાણાકીય લેવડદેવડ થઇ હતી. સમયગાળા દરમિયાન સભાસદ ખાતેદારો થાપણદારોના રૂ. 25 લાખ 89 હજાર રોકડા અર્બુદાની પ્રાંતિજ બ્રાન્ચ દ્વારા લેવામાં આવ્યા હતા અને નાણાં અર્બુદાની માઉન્ટ આબુ સ્થિત હેડ ઓફીસના બેંક ખાતામાં જમા કરવાયા હતા.

અર્બુદા ક્રેડીટ સોસાયટીના સંચાલકો આશાબેન અગ્રવાલ, રાકેશકુમાર અગ્રવાલ, નિશાબેન અગ્રવાલ, મેહરસિંહ પ્રબલસિંહ ઠાકોર, યોગેન્દ્રસિંહ ટાંક, અશોક દેવીશર્મા અને સુનીલકુમાર મદનલાલ અગ્રવાલ વિરૂધ્ધ ઠેરઠેર ફરિયાદો નોંધાયા બાદ ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર મહેશભાઇ પટેલે રૂ. 2589198 લાખની છેતરપિંડી આચરવા બદલ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...