• Gujarati News
  • વાવેતર કરવા રાહ જોતા ખેડૂતો અટવાયાં

વાવેતર કરવા રાહ જોતા ખેડૂતો અટવાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજતાલુકાના તાજપુરકૂઇ પંથકમાં આવેલા સીતવાડા, બોભા, બોરીયા સહિતના અન્ય ગામોમાં ખેડૂતોએ ખેતી વિષયક વીજ કનેકશન મેળવવા માટે કરેલી અરજી બાદ તેમને વીજ કંપની દ્વારા કનેકશન આપવાના ભાગરૂપે બોર-કૂવા પર વીજ ટ્રાન્સફર્મર લગાવાયા છે. પરંતુ કેબલ હોવાને કારણે ખેડૂતો પોતાના બોર-કૂવા ચાલી કરી શકતા નથી.

અંગે તાજપુરના ખેડૂત ડાહ્યાભાઇ ચુનીભાઇ પટેલના જણાવ્યા અનુસાર માસ પહેલા અનેક ખડૂતોએ નવા વીજ કનેકશન મેળવવા માટે અંદાજે રૂા.25 હજારથી વધુના એસ્ટીમેન્ટ વીજ કંપનીમાં ભર્યા હતા. ત્યારબાદ તેમના બોર-કૂવા પર સમયાંતરે વીજ ડીપી નાખવામાં આવી છે. પરંતુ કેબલ હોવાને કારણે ખેડૂતોને વીજ ડીપીમાંથી તેમના બોર-કૂવા સુધીનો કેબલ આપવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતો રવિ સીઝનમાં વાવેતર કરવા ખેતરો તૈયાર કરીને બેઠા છે. પરંતુ કેબલના અભાવે તેઓ વાવેતર કરી શકે તેવી શકયતા નથી.

અંગે પ્રાંતિજ વીજ કંપનીના ડે.એન્જીનીયર ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે અનેક ખેડૂતોની રજુઆત મળી છે. પરંતુ જિલ્લા કક્ષાએ કેબલનો જથ્થો હોવાને કારણે ખેડૂતોને કેબલ આપી શકયા નથી. જેથી નાછૂટકે બિચારા ખેડૂતોને સ્વ ખર્ચે કેબલ લાવવાની ફરજ પડી છે. જેથી એસ્ટીમેન્ટમાં જે રકમ વીજ કંપનીમાં ભરાઇ છે, તેમાંથી કેબલની રકમ બાદ કરી ખેડૂતોને પરત આપવાની માંગ ઉઠી છે.