તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • ભાસ્કર વિશેષ | 5 વર્ષ સુધીના બાળકોને થતી બિમારી અને ઓઆરએસ દ્વારા તેેના નિવારણની સમજ અપાઇ

ભાસ્કર વિશેષ | 5 વર્ષ સુધીના બાળકોને થતી બિમારી અને ઓઆરએસ દ્વારા તેેના નિવારણની સમજ અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજફતેપુરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાબરકાંઠા જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સી તથા તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.ગૌતમ નાયકના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ સહિત તાલુકાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આજથી સધન ઝાડા નિયંત્રણ પંખવાડીયાની શરૂઆત કરવામાં આવી છે .

ફતેપુરામાં આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સધન ઝાડા નિયંત્રણ ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ર્ડા.નિશીત શાહ તથા ર્ડા.ઉર્વશી પટેલ તથા ફતેપુરા ગામનાં મહિલા સરપંચ તારાબેન રમણભાઈ બારૈયાના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સધન ઝાડા નિયંત્રણ પખવાડીયાનું શુભારંભ કરવામાં આવ્યો હતું. જેમાં 5 વર્ષ સુધીના બાળકોમાં ઝાડાના કારણે ઉભી થતી સમસ્યા, બાળમરણની સમજ તથા ઝીંક અને ઓ.આર.એસ દ્વારા તેના નિવારણની સમજૂતી આપવામાં આવી હતી અને 12 મી જૂન થી 24 મી જૂન સુધી આશાકાર્યકરો આરોગ્ય કાર્યકરો દ્વારા ગામમાં ઘરે- ઘરે જઈને ઓ.આર.એસ પેકેટ વિતરણ કરી સમજ તથા હાથ ધોવા વિશેની સમજૂતી આપી જનજાગૃતિ લાવવામાં આવશે.

જેમાં ફતેપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય કાર્યકરો ગીતાબેન, જશોદાબેન, શૈલેષભાઈ નાયી તથા સુપરવાઇઝર કિર્તિભાઇ પટેલ દ્વારા કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યાં છે.

મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા મહિતી આપવામાં આવી.- તસવીર-કાળુસિંહરાઠોડ

પ્રાંતિજના ફતેપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બિમારી નિયંત્રણ પખવાડીયાની શરૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...