• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • પાણીપુરી ફ્રુટની લારી સહિત ખાણી પીણી દુકાનોમાં ચેંકિંગ, 50થી 500 રૂપિયા સુધીનો દંડ

પાણીપુરી- ફ્રુટની લારી સહિત ખાણી પીણી દુકાનોમાં ચેંકિંગ, 50થી 500 રૂપિયા સુધીનો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા સેનેટરી વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફિસર આરોગ્ય ટીમ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાણી પીણી ની દુકાનો સહિત પાણી- પુરીઓની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી .

ચોમાસા પછી રોગચાળા ઉપર અંકુશ અને સ્વચ્છતાને લઇને પાંતિજ નગરપાલિકા સેનેટરી ટીમ તથા તાલુકા હેલ્થ આરોગ્ય વિભાગ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેન્ડ , એપ્રોચરોડ , હાઈવે ત્રણ રસ્તા ખાતે આવેલ ખાણીપીણી ની દુકાનો સહિત પાણીપુરી ની લારીઓ ફ્રુટની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચેકિંગ દરમ્યાન પકોડી લારીઓ ઉપરથી સંળેલા બટાકા મળી આવ્યાં હતાં અને કેટલી જગ્યાએ દુષિત પાણી નો ઉપયોગ થતાં પાણી મીનરલ વાપરવા તથા સ્વચ્છતા જાળવવા સુચનાઓ આપવામાં આવી હતી જયારે નગરપાલિકા દ્વારા 50 રૂપિયા થી 500 રૂપિયા સુધીનો દંડ ની સ્થળ ઉપરજ વસુલાત કરવામાં આવી હતી જયારે હાઇવે ત્રણ રસ્તા જયભવાની નાસ્તા હાઉસ માંથી માવાનું સેમ્પલ તથા ભૈરવનાથ નાસ્તા હાઉસ માંથી મરચાં નો તથા બુંદી ના લાડુનો નમૂનો લેવામાં આવ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...