પહેલા ચારમાંથી એક આરોપી ધરપકડ કરાઇ હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાડીયાપહેલા રજસ્થાનના કાર ચાલક પાસે લીફ્ટ લેવાના બહાને કારમાં બેસી બંદૂકની અનીયે લૂંટ ચલાવનારા ચાર શખસોમાંથી એકની ધરપકટ બાદ અન્ય બે આરોપીઓની પણ ધરકપકડ કરાઇ હતી. જોકે, હજુ પણ અન્ય એક આરોપી ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યો છે.

બનાવની વિગત અનુસાર, રાજસ્થાનનો કારચાલક 3 ઓગસ્ટે રાજસ્થાન થી અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરો મુકીને રાત્રીનાં સમયે પરત ફરી રહ્યો હતો તે સમયે તેને મોટાં ચિલોડા થી ચાર મુસાફરોને પોતાની કારમાં લીફ્ટ આપી હતી. જેમને પોગલુ પાસે રોડની સાઈડમાં કરાવી અને કાર ચાલકને બંદુક બતાવી 4000 રૂપિયા ની લુંટ કરી હતી. અંગેની જાણ સાબરકાંઠા ડીએસપી શ્રીવાસ્તવ ને થતાં તેવો પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા અને લુંટારૂઓની શોધખોળ હાથધરી હતી . જ્યારે ચાર લુંટારૂઓમાંથી એકનો મોબાઇલ કારમાં ભુલી ગયો હતો. જેની આધારે અનિલ કુમાર જસ્બીરસીંગ (રહે હરિયાણા તથા અન્ય ત્રણ 25 વર્ષ ના લુંટારૂ સામે ફરિયાદ નોંધી હતી. જ્યારે મોબાઇલ ફોનના આધારે પોલિસે તપાસ ધમધમાવતા મોબાઈલ ફોનના આધારે ચાર આરોપીઓમાંથી એક આરોપી ભાવેશ ઉર્ફે મોનુ માંગીરામ શર્મા (ઉ.વર્ષ- 19 રહે.બડેસરા તા.ભવાની ખેડો , જીલ્લો ભવાની , હરીયાણા) ની અટકાયત કરી વધુ પુછપરછ હાથધરી હતી. જેમા પુછપરછ બાદ બીજા બે આરોપીઓની પ્રાંતિજ દ્વારા હરીયાણા થી અટકાયત કરી છે. જેમાં નવીન ઉર્ફે લીલાં જગતસિંહ કાડીયાના જાટ (ઉ.વર્ષ- 22) તથા યશવંત રમેશ અમરત બાગડી જાટ (ઉ.વર્ષ - 18 બન્ને રહે. હરીયાણા) ની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે હજુ 1 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...