તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંપડ પાસેથી ગાયો ભરેલુ પીકઅપ ડાલુ ઝડપાયુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજતાલુકાના સાંપડ પાસેથી પીકઅપ ડાલામાં ભરી ત્રણ ગાયોને કતલખાને લઇ જવાતા ગૌરક્ષકો સાથે ગ્રામજનોએ વાહનનો પીછો કરી ઝડપી લઇ પોલીસ હવાલે કરતા પોલીસે પીકઅપ ડાલા ચાલક સહિત ત્રણ જણા વિરૂધ્ધ ગુનો નોંધી રૂા.2.71 લાખનો મુદા્માલ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, સાંપડ પાસેથી રાત્રિના સમયે પસાર થતા પીકઅપ ડાલા નં.જીજે.09.એવી.5353માં ત્રણ ગાયો ભરી કતલખાને લઇ જવાતી હોવાની જાણ ગૌરક્ષકોને થતા ગૌરક્ષકો સાથે ગ્રામજનોએ વાહનનો પીછો કર્યો હતો. તે દરમિયાન વાહનચાલક પોતાનુ વાહન મૂકીને ભાગી છૂટયો હતો. જયારે ગૌરક્ષકોએ પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. જેથી પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ ગાયો અને પીકઅપ ડાલા સહિત રૂા.2.71 લાખનો મુદા્માલ કબજે કર્યો હતો. પોલીસે પીકઅપ ડાલા ચાલક સુરજગીરી ભવાનગીરી, કમલેશ શનાજી ચૌહાણ, રાજ પ્રવિણ ચૌહાણ (રહે.મેમદપુર) વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે પીકઅપ ડાલા ચાલક સહિત રૂા.2.71 લાખનો મુદા્માલ કબજે કર્યો.

ગૌરક્ષકોએ ત્રણ ગાયો સાથે પીકઅપ ડાલુ પોલીસ હવાલે કર્યુ, રૂ.2.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યાે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો