તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘડકણના રતનબા આરોગ્ય કેન્દ્રને ખંભાતી તાળા લાગ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરોગ્ય વિભાગ દ્વારા બનાવેલ નવીન મકાનમાં પણ ડોટકરોની નહિવત હાજરીથી દર્દીઓને ધક્કા

પ્રાંતિજતાલુકાના ઘડકણ ગામના રતનબા આરોગ્ય કેન્દ્ર ખંડેર બની જતા ખંભાતી તાળા લાગ્યા, જયારે આરોગ્ય વિભાગ દ્વારા બાલીસણા બીટમાં સબ સેન્ટર બનાવાયુ છે. બનાવેલા સબ સેન્ટરમાં પણ ડોકટરોની નહિવત હાજરીને કારણે દર્દીઓને સારવાર માટે બહાર તેમજ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે.

સબ સેન્ટર પર દર્દીઓ સારવાર માટે જાય ત્યારે ડોકટર હોવાને કારણે ધરમ ધક્કા પડતા ગ્રામજનોમાં ભારોભાર અસંતોષ વ્યાપ્યો છે. રાત્રિના સમયે પ્રસુતા પીડીત મહિલાઓને પણ ખાનગી વાહનમાં મજરા, પ્રાંતિજ કે ગાંધીનગર સારવાર માટે લઇ જવી પડે છે ત્યારે આરોગ્ય ક્ષેત્રમાં સરકાર દ્વારા ફૂંકાતી સબસલામતીની બ્યુગલોની ઘડકણ ગામમાં હવા નીકળી જાય છે. આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગો અને સુવિધા ઉભી કરવા છતાં પણ ગ્રામજનો સાથે દર્દીઓને તેનો લાભ મળતા આક્રોશ વ્યાપ્યો છે.

ગામના અગ્રણી જગદીશ મુખી, અરવિંદભાઇ પટેલ, સરપંચ રજુસિંહ ચૌહાણે વિસ્તારનું આરોગ્ય સબ સેન્ટર દિવસભર ખૂલ્લુ રહે અને દર્દીઓને તબીબો દ્વારા આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય તે માટે માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો