• Gujarati News
  • પોલીસ ચોકીની નજીક આવેલા મકાનમાં ૫૮ હજારની મત્તા ચોરાઇ

પોલીસ ચોકીની નજીક આવેલા મકાનમાં ૫૮ હજારની મત્તા ચોરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજના બજારચોક વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા
પ્રાંતિજના બજારચોક વિસ્તારમાં પોલીસ ચોકીની બાજુમાં આવેલ એક ખડકીના મકાનમાંથી ગુરૂવારે રાત્રે અજાણ્યા ઇસમોએ પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા ૫૮,૫૦૦/- ની મતાની ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે મકાન માલિકે શુક્રવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા઼ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેન વિગત એવી છે કે બજારચોક વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની બાજુમાં આવેલ ખડકીમાં રહેતા મુકેશભાઇ ડાાાભાઇ મોદી ગરૂવારે રાત્રે પરિવાર સાથે ઘરના આંગણામાં સુઇ ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ આવી સીફત પૂર્વક મુકેશભાઇના ઓશીકા નીચેથી તીજોરીની ચાવી લઇ મકાનમાં પ્રવેશી તીજોરી ખોલી તેમાંથી રૂપિયા ૫૩,૫૦૦/- ના સોના-ચાંદીના દાગીના અને રૂપિયા પાંચ હજાર રોકડ મળી રૂપિયા ૫૮,૫૦૦/- ની મતાની ચોરી કરીને લઇ ગયા હતા.
જે અંગે શુકવારે સવારે મુકેશભાઇ મોદીને ખબર પડતા તેમણે તરતજ અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
તસ્કરોએ તીજોરી તોડી ચોરી કરી હતી. તસ્વીર : મહેન્દ્રસિંહ રાઠોડ