તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • Prantij પ્રાંતિજના જનસેવા કેન્દ્રમાં આધેડનું ચક્કર આવતાં નીચે ઢળી પડતાં મોત

પ્રાંતિજના જનસેવા કેન્દ્રમાં આધેડનું ચક્કર આવતાં નીચે ઢળી પડતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં સિનિયર સીટીઝનનું કાર્ડ કઢાવવા લાઇનમાં ઊભેલા ઘડકણ ગામના આધેડનુ ચક્કર આવતાં પડી જતાં મોત નીપજ્યુ હતુ.

પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ તાલુકા સેવાસદનમાં જનસેવા વિભાગમાં સિનિયર સિટીઝનનું કાર્ડ કઢાવવા માટે આવેલા પટેલ બકાભાઇ શીવાભાઇ (રહે. ઘડકણ) લાઇનમાં ઉભા રહ્યા હતાં ત્યાંજ અચાનક ચક્કર આવતાં તેઓ નીચે ઢળી પડ્યા હતાં. પ્રાંતિજ મામલતદાર આર.કે.પટણી દ્વારા 108 જાણ કરવામાં આવતાં પ્રાંતિજ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જોકે, સારવાર મળે તે પહેલાં હાજર તબીબી દ્વારા મૃત જાહેર કર્યા હતાં. તેમના પુત્ર સગાં સંબંધીઓને સમાચાર મળતાં તેવો પ્રાંતિજ સિવિલ ખાતે દોડી આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...