બાવન ગોળ કડવા પાટીદાર સમાજનો યુવા મિલનોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ |પ્રાંતિજમાં બાવનગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા રેલ્વે સ્ટેશન જી.ઇ.બી પાસે આવેલ ઉમાધામ સમાજવાડી ખાતે સમાજના યુવાનો દ્વારા પ્રથમવાર યુવા મિલનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમદાસભાઇ નરસિંધાણી તથા મહેન્ભાઇ બી.પટેલ દ્વારા સમાજલક્ષી પ્રવચન આપી ગમ્મત સાથે સામાજીક જ્ઞાન પુરૂ પાડયું હતું. બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો અને 1 થી 5 ધોરણ માં અભ્યાસ કરતાં બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...