તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Prantij
  • Prantij પ્રાંતિજના તાજપુરકૂઇ નજીક રિક્ષાને વાહને ટક્કર મારતાં પાંંચ જણાને ઇજા

પ્રાંતિજના તાજપુરકૂઇ નજીક રિક્ષાને વાહને ટક્કર મારતાં પાંંચ જણાને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજના તાજપુરકૂઇ પાસે સીઅેનજી રિક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં રિક્ષામાં બેઠેલા પાંચ પેસેજરોને ઇજાઓ થઇ હતી. જેમાં ત્રણને ગંભીર ઇજાઓ થતાં હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

પ્રાંતિજના તાજપુરકૂઇ ખાતે નેશનલ હાઇવે નં.8 પર,જી.જે.09 નંબરની સીઅેનજી રિક્ષાનો ચાલક શૈલેષ જયંતિભાઇ રાવળ રિક્ષા લઇને ગાંધીનગરના મોતીપુરાથી પરત પોતાના ગામ ભટેળા આવી રહ્યો હતો. એ સમય દરમ્યાન કોઇ અજાણ્યા વાહને રિક્ષાને પાછળથી જોરદાર ટકકર મારતાં રિક્ષા રોડથી નીચે ચોકડીમાં પલ્ટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેઠેેલા મુસાફરો બૂમાબૂૂમ કરી મુકતાં લોકોએ ઇજાગ્રસ્તોને બચાવવા કામગીરી કરી હતી. અકસ્માતમાં પાંચ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ધૂળીબેન, લીલાબેન,બાલુબેન અને ચાલક શૈલેષને માથાના ભાગે વધુ ઇજા થતાં હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...