ટેન્કરમાં ખારું પાણી લાવીને ડી સેલિનેશન જીપમાં શુદ્ધ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેનજામીનને નેતાન્યાહુ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ઇઝરાયલ તરફથી બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર પર સરહદની રક્ષા કરતા બીએસએફના જવાનોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ ડી સેલિનેશન મોબાઈલ વાનની ગિફ્ટ મળી છે.સૂઈગામમાં બીએસએફ કેમ્પમાં મોબાઈલ વાનમાં પાણી શુદ્ધ કરાયું હતું.બુધવારે ભારતની બોર્ડરની ખડેપગે રક્ષા કરતા બનાસકાંઠાના સૂઇગામ બોર્ડર પરના બીએસએફના જવાનોને ઇઝરાયલ તરફથી એક આધુનિક સુવિધાઓથી સજ્જ જીપ મળી છે.

ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલ, પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, ઇઝરાયેલ એમ્બેસીના પ્રતિનિધી એડવા વિલગ્રેમ્સકી, ગેલ મોબાઇલ વ્હીકલના રીપ્રેજન્ટેટીવ મિસ્ટર રામી, રિપ્રેન્ટેટીવ સીંગલ લ્હેવી સહિત બીએસએફના અધિકારીઓ અને જવાનો અને અને મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતેથી ઇઝરાયલના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રીતે વિડિઓ કૉન્ફ્રન્સ દ્વારા રિમોર્ટથી ડીસેલીનેશન મોબાઇલ વાનનું લોકાર્પણ કર્યું હતું અને આ યોજનાને ખુલ્લી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...