• Gujarati News
  • સોનાસણ પંથકની સીમમાં ઝૂલતા વીજ વાયરોથી પાકને નુકશાન થવાની ભીતિ

સોનાસણ પંથકની સીમમાં ઝૂલતા વીજ વાયરોથી પાકને નુકશાન થવાની ભીતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજતાલુકાના સોનાસણ પંથકમાં આવેલા રામપુરા, આમોદરાની સીમમાંથી પસાર થતાં વીજ વાયરોનું સમારકામ કરવામાં આવતા ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા સેવાઇ રહી છે. જેથી વીજ કંપની દ્વારા સત્વરે સમારકામ કરવાની માંગ ઉઠવા પામી છે.

અંગે બળવંતસિંહ રાઠોડે જણાવ્યુ હતું કે સોનાસણ પંથકમાં છેલ્લા ઘણા સમયથી અનેક ઠેકાણે વીજ વાયરો ઢીલા હોવાને કારણે વારંવાર તાર એકબીજા સાથે અથડાતા સ્પાર્કીંગ થાય છે. તેમજ અનેક ઠેકાણે વીજ ડીપી ખુલ્લી હોવાને કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય સેવાઇ રહ્યો છે. જે અંગે ખેડૂતોએ સલાલ ખાતે આવેલ વીજ કંપનીની કચેરીમાં રજુઆત કરી હતી. તેમ છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેથી ખેડૂતો રોષે ભરાયા છે.