Home » Uttar Gujarat » Himmatnagar District » Prantij » Prantij - વડવાસા પાટિયા પાસે કૂતરાંને બચાવવા જતાં દંપતી બાઇક પરથી પટકાયું, પતિનું મોત થયું

વડવાસા પાટિયા પાસે કૂતરાંને બચાવવા જતાં દંપતી બાઇક પરથી પટકાયું, પતિનું મોત થયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:10 AM

દંપતી અમદાવાદથી હિંમતનગર સામાજિક પ્રસંગે જતું હતુ

  • Prantij - વડવાસા પાટિયા પાસે કૂતરાંને બચાવવા જતાં દંપતી બાઇક પરથી પટકાયું, પતિનું મોત થયું
    પ્રાંતિજના વડવાસા ને.હા.નં. 8 પર રવિવારની સવારના 9 વાગ્યાના સુમારે દંપતી પોતાનું બાઇક લઇ અમદાવાદથી હિંમતનગર શ્રીમંત પ્રસંગમાં જઇ રહ્યા હતા. ત્યારે કૂતરાંને બચાવવા જતાં બાઇક પર પટકાતાં બંને જણ ઘાયલ થયા હતા. ત્યારે પતિને માથાને ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.

    પ્રાંતિજના વડવાસા ને.હા.નં.8 પર રવિવારની સવારનાર 9 વાગ્યે પ્રભુદાસ ગુલાબચંદ ચૌહાણ (ઉ.વ.70) અને તેમના પત્ની કૈલાસબેન બંને જણા જીજે 31 એફ 2008 નંબરનુ બાઇક લઇ જતા હતા.

    અચાનક રોડ પર કૂતરું આવી જતાં કૂતરાંને બચાવવા જતાં બંને જણ રોડ પર પટકાયા હતા. જેમાં પ્રભુદાસ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.મૃતક પ્રભુદાસ રિટાયર્ડ પીએસઆઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ