તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજમાં 15મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત રિહર્સલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
70મા સ્વાતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રાંતિજની અવરઓન હાઇસ્કુલના મેદાનમાં સોમવારે થનાર છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયા બાદ શનિવારે રીહર્સલ કરવામાં આવ્યુ હતું.

પ્રાંતિજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાંતત્ર દિનની ઉજવણીમાં સંસદીય સચિવ બાબુભાઇ જમનાદાસ પટેલના હસ્તે ધ્વજવંદન કરાશે. જે પ્રસંગે સમુહ નૃત્ય, પ્રાચીન ગરબા, આદિવાસી નૃત્ય વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે ત્યારે શનિવારે તંત્રની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો દ્વારા રીહર્સલરૂપે ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પોલીસવડા પી.એલ.માલ, શિક્ષણાધિકારી ઉપાધ્યાય, પ્રાંતિજ કેળવણી મંડળના પ્રમુખ રઇશભાઇ કસ્બાતી, પૂર્વ શિક્ષણ મંત્રી સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આમપ્રજા ઉપસ્થિત રહેશે.

70 મા સ્વાંત્ર્ય પર્વની પ્રાંતિજમાં ઉજવણી થનાર છે ત્યારે તંત્ર દ્વારા શનિવારે વિવિધ કાર્યક્રમોનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું. તસ્વીર - કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો