• Gujarati News
  • બોભામાં ક્ષારયુક્ત પાણીથી ગ્રામજનો બીમારીમાં સપડાયાં

બોભામાં ક્ષારયુક્ત પાણીથી ગ્રામજનો બીમારીમાં સપડાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજનાતાજપુરકૂઇ પાસે આવેલ બોભામાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ક્ષાર આવતા 10થી 15 લોકો પથરીના દર્દ સાથે બિમારીના રોગમાં સપડાયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

અંગે ગામના અગ્રણી આદરસિંહ શિવસિંહ રાઠોડ, મંગળસિંહ પૂર્ણ ડેલીગેટ અરજણસિંગના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ક્ષાર આવતા અનેક લોકો વિવિધ બિમારીથી પીડાઇ રહ્યા છે. એમાં મોટા ભાગે પથરી જેવા દર્દોથી પીડાતા લોકોને ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે. આજુબાજુના ગામમાં આરોગ્ય સામે ચેડા કરનાર બોગસ ડોકટરોને ઘી-કેળા થઇ ગયા છે. અંગે ગામના અગ્રણી કે.બી.રાઠોડે જણાવ્યુ હતું કે પાણીની સંલગ્ન વિભાગે લેબોરેટરી કરી ચકાસણી કરવવી જોઇએ. પાણીના વાસણમાં રાત્રે પાણી ભરીને મુકી સવારમાં જોઇએ તો ક્ષાર જામેલો હોય છે.