પાલનપુર તાલુકાના ગોઢ ગામેથી જુગાર રમતા શખસ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
54 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

પાલનપુરતાલુકા પોલીસે શુક્રવારે સાંજે ગોઢ ગામે જુગાર રમતા શખસોને ઝડપી લીધા હતા.જેમની પાસેથી રૂ.54 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકા ગોઢ ગામે જુગાર રમાતો હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી.જેના આધારે પીએસઆઇ એ.વાય.પટેલે સ્ટાફ સાથે શુક્રવારે સાંજે ગોઢ ગામની સીમમાં ઓચિંતો છાપો માર્યો હતો અને જુગાર રમતા શખસોને ઝડપી લીધા હતા.જેમની પાસેથી રૂ.13,300 રોકડા, ચાર મોબાઇલ કિંમત રૂ.6000, મોટર સાયકલ 35,000 મળી કુલ રૂ.54,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા શકુનિઓ

1.આરીફખાન ફતેખાન ઘાસુરા

2. નાનજીભાઇ મગનભાઇ ભીલ

3. ઇસબખાન ગુલાબખાન ઘાસુરા

4. યાસીનખાન અકબરખાન પરમાર

5. દોલતખાન નિઝામખાન મંડોરી

6. પ્રવિણભાઇ અમરાભાઇ નગરીશયા(વણકર) (તમામ રહે.ધાણધા, તા.પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...