• Gujarati News
  • પાલનપુરના લાપત્તા જયેશની ભાળ માટે દિલ્હી કંટ્રોલરૂમનો સંપર્ક કરાયો

પાલનપુરના લાપત્તા જયેશની ભાળ માટે દિલ્હી કંટ્રોલરૂમનો સંપર્ક કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેકીંગમાટે જમ્મુ કાશ્મીર ગયેલા પાલનપુરના જયેશ વછેટા નામના યુવાનની ભાળ મેળવવા બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા દિલ્હી કંટ્રોલ રૂમનો સંપર્ક કરાયો છે. બીજીતરફ ચિંતાતુર પરિવારજનો દ્વારા તેના હેખમેખ હોવાના ખબર સાંભળવા આતુરમને રાહ જોઇ રહ્યા છે.

પાલનપુરના ઘેમરપુરા વિસ્તારમાં રહેતો જયેશ વછેટા ગત તા. ૨૮ ઓગસ્ટથી પહેલગાંવ ખાતે એડવાન્સ અને કોચીંગ કોર્ષ (ટ્રેકીંગ) માટે ગયો છે. જેનો સંપર્ક તા. સપ્ટેમ્બરથી કપાઇ ગયો હતો. જયેશ વછેટાને પાલનપુરના રિબર્થ એડવેન્ચર સ્પોર્ટસ ગૃપ દ્વારા સ્પોન્સર કરાયો હતો. પરંતુ તેનો એડવાન્સ કોર્ષ જમ્મુ-કાશ્મીરમાં જવાહર ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટિરીંગ અેન્ડ વીન્ટર સ્પોર્ટસ દ્વારા કરાય છે. જેમાં લશ્કરના જવાનો સાથે હોય છે. ત્યારે છેલ્લા આઠ દિવસથી જયેશનો સંપર્ક થવાથી તેના માતા અને પિતા ચિંતામાં મુકયા છે. જ્યારે રીબર્થ ગૃપના નિલેષ બારોટે બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી. જેથી ડિઝાસ્ટર વિભાગે રાજ્ય સરકારના કંટ્રોલરૂમને જાણ કરી છે. અંગે જમ્મુ ખાતેના કંટ્રોલ રૂમને પણ જયેશની વિગતો મોકલવામાં આવી છે અને વહેલી તકે તેનો સંપર્ક થાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે.