• Gujarati News
  • મૂશળધાર વરસાદથી નિચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાયાં, લોકોને હાલાકી

મૂશળધાર વરસાદથી નિચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાયાં, લોકોને હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંભારે વરસાદની આગાહીના પગલે ગુુરુવારે સાંજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરુ થયો હતો. વરસાદના પગલે પાલનપુર અને વડગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદી વરસી રહ્યો હતો ત્યારે પ્રચંડ વીજળીના કડાકાએ લોકોને થથરાવી દીધા હતા.

પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી હળવાથી ભારે વરસાદની હેલી શરુ થઇ છે. ત્યારે હવામાન વિભાગે ૪૮ કલાકની કરેલી ભારે વરસાદની આગાહીના પગલે ગુુરુવારે સાંજે પ-૩૦ ના સુમારે પાલનપુર અને વડગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો હતો. એકધારા સતત વરસાદથી શહેરના માર્ગો ઉપર પાણી ભરાયા હતા. અહિંના અમીરરોડ, ગુરુનાનક ચોક, જેવા વિસ્તાર તરફથી આવતા ભારે વરસાદી પાણી પ્રવાહથી કિર્તીસ્થંભ વિસ્તાર હંમેશની જેમ પાણીમાં તરબોળ બની ગયો હતો. તો સીટીલાઇટ વિસ્તારનો એક તરફના માર્ગમાં પણ વરસાદી પાણી ભરતા રાહદારીઓ અને વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. શહેરના મફતપુરા વિસ્તારમાં પાણીથી હાલાકી સર્જાઇ હતી. શક્તિનગરમાં જવાના માર્ગ ઉપર બ્રિજેશ્વર કોલોનીમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તેમજ હાઇવે વિસ્તારમાં સાંઇબાબા મંદિર પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાતા ભાવિકો મુશ્કેલીમાં મુકાયા હતા. સાંજે વરસાદની સાથે વીજળીના પ્રચંડ કડાકાએ પ્રજાજનો થથરાવી મુક્યા હતા. સાંજે ભારે વરસાદના પગલે મોટાભાગના વેપારીઓ પોતાની દુકાનો વધાવીને વહેલા ઘર ભેગા થઇ ગયા હતા.

પાલનપુરમાં ગુરુવારે બપોર બાદ વરસાદ પડતાં માર્ગ ઉપર પાણી ભરાઇ જતાં અવર-જવર કરતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.-ભાસ્કર

પાલનપુર-વડગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ