• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં માર્બલ,અંબાજીમાં સ્ટોન અને ડીસામાં ઓટો ઇલેકટ્રીકલ્સને ત્યાં તપાસ

પાલનપુરમાં માર્બલ,અંબાજીમાં સ્ટોન અને ડીસામાં ઓટો ઇલેકટ્રીકલ્સને ત્યાં તપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા,પાટણ અને મહેસાણા જિલ્લાના માર્બલ, બાંધકામ ડેવલપર્સ, સ્ટોન, પેપર પ્રોડક્ટ, ઓટો ઇલેકટ્રીક્સ સહિતના અલગ અલગ 12 એકમોમાં એકસાથે વાણિજ્યવેરા તંત્રની ટીમ દ્વારા મંગળવારે બપોરે 12 વાગ્યાથી સર્ચ તપાસ શરૂ કરવામાં આવી હતી.જે પૈકી 9માં નાણાકીય હિસાબો , સ્ટોક સહિતની તપાસ પૂર્ણ કરતા રૂા. 50 લાખની કરચોરી પકડાઇ હતી. વેટ સર્ચમાં બાકી ટેક્ષનો આંકડો રૂા. 70 લાખને આંબી જવાના સંકતો સાંપડ્યા હતા.

પાલનપુરમાં અને અંબાજી તેમજ રાધનપુરમાં એક, અેક મળી કુલ આઠ માર્બલ સ્ટોન એકમોમાં મહેસાણા વાણિજ્યવેરા અન્વેષણના ઓફીસરોની ટીમ દ્વારા સર્ચ કરાયુ હતું.આ ઉપરાંત સિધ્ધપુરમાં એક સોસાયટી સ્કીમ ડેવલપર્સ, ડીસામાં ટ્રેડર્સ તેમજ એક સ્પેરપાર્ટસ બનાવતા એકમમાં વેટ સર્ચ કરાયુ હતું.જે પૈકી સિધ્ધપુર, પાલનપુર અને ડીસાના એક, એક એકમમાં મંગળવારે શરૂ કરાયેલ તપાસ બુધવાર સુધી ચાલી હતી. તપાસ દરમ્યાન એકમોમાંથી કુલ રૂા.50 લાખ જેટલો બાકી ટેક્ષ નિકળતા વસુલાતની તજવીજ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.

ક્યાં તપાસ કરાઈ

>આદિત્ય માર્બલ, પાલનપુર

> વિમલ સુપર સ્ટોન પ્રા.લી, પાલનપુર

> શ્રી શિવ માર્બલ એન્ડ ગ્રેનાઇટ,પાલનપુર

> લક્ષ્મી માર્બલ ગ્રેનાઇટ ઇન્ડસ્ટ્રીઝ, પાલનપુર

> ગ્રીન માર્બલ એન્ડ ગ્રેનાઇટ, પાલનપુર

> ઉમા ગ્રેનાઇટ એન્ડ માર્બલ, પાલનપુર

> અંબાજી સ્ટોન ડેપો પ્રા. લી, અંબાજી

સરસ્વતી સ્ટોન, રાધનપુર

> પાટીદાર ગ્રીન્સ, સિધ્ધપુર

> રોયલ પેપર પ્રોડક્ટ, ગોજારીયા

> રવિ ટ્રેડર્સ, ડીસા

> પુરી ઓટો ઇલેકટ્રીકલ્સ પાર્ટ, ડીસા

અન્ય સમાચારો પણ છે...