• Gujarati News
  • ચંડીસરનું તળાવ ઓવરફલો થતાં દાંતીવાડાનો માર્ગ બંધ

ચંડીસરનું તળાવ ઓવરફલો થતાં દાંતીવાડાનો માર્ગ બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનાચંડીસરમાં આવેલુ તળાવ આજુબાજુના વિસ્તારનો પાણીનો આવરો વધતાં મંગળવારે મોડી રાત્રે ઓવર ફલો થયું હતું. જેના પગલે અોવરબ્રીજ નીચેના માર્ગ ઉપર કેડ઼ સમા પાણી ભરાતા દાંતીવાડા તરફ જવાનો માર્ગ બંધ થઇ ગયો હતો. જ્યારે પાણીમાં એક કાર પલટી મારી ગઇ હતી.

પાલનપુર-઼ડીસા હાઇવે ઉપર આવેલા ચંડીસર ગામનું તળાવ મંગળવારે મોડી રાત્રે ત્રણેક વાગે ઓવરફલો થયું હતુ. ભારે વરસાદથી ખેતરોમાં ભરાયેલા પાણીના પાળા તુટતા પાણી ચંડીસરના તળાવમાં આવતા ઓવરબ્રીજનો માર્ગ પાણીની જળબંબાકાર થઇ ગયો હતો. પાણી દાંતીવાડા તરફ જતાં માર્ગના ડાબી બાજુના ખેતરોમાં ભરાતા ખેતરો દરીયા જેવા લાગી રહ્યા હતા. કેડસમા પાણીમાં એક કાર ફસાઇ જતાં પલટી મારી ગઇ હતી. જ્યારે દાંતીવાડા તરફનો માર્ગ સંદતર બંધ થઇ ગયો હતો. બીજી તરફ ખેતરોંમાં ભરાયેલા પાણી ચંડીસર જીઆઇડીસીથી આગળ મોટા તરફ ગરનાળા વાટે જઇ રહ્યા હતા. પરંતુ પાણીનો જાવરો ઓછો હોવાથી ડીસાથી પાલનપુર ફોરલેનના એક માર્ગ ઉપર તળાવના પાણી ફરી વળ્યાં હતા.

ચંડીસર ગામનું તળાવ મંગળવારે રાત્રે ઓવરફલો થતાં ઓવરબ્રીજ નીચે કેડસમા પાણી ભરાયા હતા. જેમાં એક કાર પલટી મારી ગઇ હતી.-ભાસ્કર