• Gujarati News
  • ડીવાઇડર સાથે અથડાતાં કારના બે ટુકડા થઈ ગયા : મહિલાનું મોત

ડીવાઇડર સાથે અથડાતાં કારના બે ટુકડા થઈ ગયા : મહિલાનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનીઆરટીઓ કચેરી નજીક રવિવારે સાંજે કાર ડીવાઇડર સાથે અથડાતાં કારના બે ટુકડા થઇ ગયા હતા. કારમાં સવાર એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મંડોરા નર્સરી આગળ રવિવારે સાંજે અંબાજી હાઇવે તરફથી આવી રહેલી સ્કોડા કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર ડીવાઇડર સાથે અથડાતાં બે ટુકડા થયા હતા.કારનું ટાયર, નંબર પ્લેટ પણ ફંગોળાઇ દૂર પડ્યા હતા.ખોડલા ગામના શૈલેષભાઇ દલજીભાઇ ચૌધરી (ઉં.વ.22) ને ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ ઘટનાને લઇ આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા જેથી હાઇવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જ્યાં ઘટના સ્થળે દોડી આવેલા પૂર્વ પોલીસ મથકના પીઆઇ જે.ડી. મેવાડાએ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

કાર પુલના ડીવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં કારના બે ટુકડા પડી ગયા હતા. જેનું ટાયર તેમજ નંબર પ્લેટ પણ ફંગોળાઇ ગયા હતા.

નેગેટિવ ન્યૂઝ

નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે