- Gujarati News
- આરટીઓ ચેકપોસ્ટો પર જાહેરનામાનો ભંગ થતો રોકવા સ્પે.ટીમો બનાવાઇ
આરટીઓ ચેકપોસ્ટો પર જાહેરનામાનો ભંગ થતો રોકવા સ્પે.ટીમો બનાવાઇ
ભ્રષ્ટાચારનાેઅડ્ડો બનેલી બનાસકાંઠા જિલ્લાની પાંચ આરટીઓ ચેકપોસ્ટ પર ખાનગી વ્યકિતઓ દ્વારા વાહનો ટેક્ષ ભર્યા વગર બારોબાર કાઢતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ જિલ્લા કલેકટર જાહેરનામું બહાર પાડી ખાનગી વ્યકિતઓને ચેકપોસ્ટ પર ઉભા રહેવા પર મનાઇ ફરમાવી હતી. પરતંુ તેમ છતાં કલેકટરના જાહેરનામાને છડેચોક ભંગ થતો હોઇ તેમના દ્વારા જિલ્લા પોલીસ વડાને આદેશ કરાતાં સ્પેશ્યલ ટીમો તૈયાર કરવામાં આવી છે. ટીમો દ્વારા અનેક વ્યકિતઓ અને ચોરમાર્ગે જતી ટ્રકોને ઝડપી લેવામાં પણ આવી છે.
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ, થાવર, ગુંદરી, થરાદ અને અંબાજીની આરટીઓ ચેકપોસ્ટ તેમજ પાલનપુર આરટીઓ કચેરીમાં ખાનગી માણસોથી તંત્ર ચાલતુ હોવાનું તેમજ પ્રાઇવેટ માણસો દ્વારા ટ્રક ચાલકો, અરજદારોને ભોળવી નાણા પડાવતા હોવાની વ્યાપક ફરિયાદો જિલ્લા કલેકટર દિલીપ રાણાને મળી હતી. જેથી કલેકટર જાહેરનામુ બહાર પાડી કોઇ પણ ખાનગી વ્યક્તિના પ્રવેશ પર મનાઇ ફરમાવી હતી.
જેમાં ડીસાના અરજદારે હજુ પણ આરટીઓ ચેકપોસ્ટ પર ખાનગી માણસો કાર્યરત હોવાથી પુરાવા સાથેની માહિતી આપતાં કલકેટરે જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડીયાને આદેશ કરતાં પોલીસ વડાએ સ્પેશ્યલ ફલાઇંગ સ્કવોર્ડ ઉપરાંત એસઓજી, એલસીબીની ટીમો બનાવી જાહેરનામાનો ભંગ થતો રોકવા કાર્યવાહી હાથ ધરી બે દિવસમાંજ ચેકપોસ્ટ પરથી ખાનગી વ્યક્તિઓ, ચોરમાર્ગોની બારોબાર ટ્રકો કઢાવતાં દલાલોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ વડા દ્વારા હજુ પણ વધુ ટીમો બનાવી કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું.