• Gujarati News
  • મિનાર્ક કમૂર્તા પૂર્ણ થતાં લગ્નોત્સવનો પ્રારંભ થશે : ઢોલ શરણાઇ વાગશે

મિનાર્ક કમૂર્તા પૂર્ણ થતાં લગ્નોત્સવનો પ્રારંભ થશે : ઢોલ-શરણાઇ વાગશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવતીકાલેગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. તો બીજી તરફ મીનાર્ક કમૂર્તા પૂર્ણ થતાં લગ્ન, વાસ્તુ પ્રતિષ્ઠા સહિતના શુભકાર્યોની શરૂઆત થશે. એટલે કે બુધવારથી શરણાઇના સૂર અને ઢોલ ઢબુકવા લાગશે.

અંગે જ્યોતિષશાસ્ત્રી કનુભાઇ દવે (જગાણા) જણાવ્યું હતું કે, 14 એપ્રિલ ચૈત્ર વદ-10 મંગળવાર 13-48 કલાકે સૂર્ય (નિરયન) મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેથી મીનાર્ક કર્મૂતા પુર્ણ થશે. જ્યારે તા. 15 એપ્રિલથી લગ્ન, વાસ્તુ, પ્રતિષ્ઠા, ગૃહારંભ જેવા શુભકાર્યોની શરૂઆત થશે અને ઢોલ-શરણાઇ વાગશે. સૂર્યનું મેષ રાશિમાં અશ્વિનીનક્ષત્રમાં ભ્રમણ મંગળ-સૂર્ય સાથે થતું હોઇ ભુમંડળ ઉપર વંટોળ, વરસાદ તથા ચક્રવાત, વાતાવરણાં કમોસમી પરિવર્તન પલટો લાવશે. તેમજ ગરમીનો પ્રભાવ વિશેષ રહેશે. જો કે, મેષ સૂર્ય માસ દરમિયાન શુભલગ્નોના વિશેષ મુર્હુત છે. ચૈત્ર વદ અમાસનો શનિવાર તા. 18 એપ્રિલના દેવપિતૃકાર્ય શનૈશ્વરી અમાવાસ્યા છે. દિવસે લઘુરૂદ્ર, શિવપૂજા, શ્રાદ્ધપૂજા, પીંપળાની પૂજા, તીર્થસ્થાન કરવાથી પિતૃદોષ, નાગદોષ, શનીદોષ કે અન્યગ્રહ દોષથી મુક્ત થવાય છે. શનિ, રાહુ, કાલસર્પથી પીડાના લોકોએ ખાસ કરીને મુંગાપશુ સેવા કીડીયારૂ પુરવું

નાના બાળકોનેતલ અડદના લાડું અને ગરીબોને ભોજન આપવું હીતાવહ છે.

કઇ રાશીના જાતકોને અસર

મેષ(અ.લ.ઇ.),સિંહ (મ.હ.), તુલા (ર.ત.), વૈશ્વિક (ન.પ.), ધન (ભ.ધ.ફ.ઢ) રાશીના જાતકોને અસર થશે. આથી તેઓએ જાતકોએ અમાવાસ્યાના દિવસે શની દેવના પૂજા પાઠ કરવા તથા પીંપળે પાણી ચડાવવું જરૂરી છે. જેના કારણે શનિ દેવની કૃપા થશે અને શનીદોષ નડશે નહીં તથા કુટુંબમાં તમામ પ્રકારની શાન્તિ થશે.