• Gujarati News
  • લક્ષ્ય સુધી પહોચ્યા વિના વાટમાં વિશ્રામ કેવો?

લક્ષ્ય સુધી પહોચ્યા વિના વાટમાં વિશ્રામ કેવો?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્ય સુધી પહોચ્યા વિના વાટમાં વિશ્રામ કેવો સ્વામી વિવેકાનંદજીને આદર્શ માનતા વાકયો છે પાલનપુરના બેચરપુરા વિસ્તારના સુરેશભાઇ પુરોહિતના જેઓ જન્મથી હાથે - પગે અપંગ છે તેમ છતાં ટયુશન કલાસીસ ચલાવી ગર્ભભેર જીવન વ્યતીત કરી રહ્યા છે. એટલું નહી અપંગ યુવાનોને પ્રેરણા પણ આપી રહ્યા છે. તેઓએ બી. કોમ. સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદ પરિવારજનોને મદદરૂપ થવા માટે ટયુશન કલાસ શરૂ કર્યા હતા. અને આજે સુરેશભાઇ પોતાનું એકટીવા જાતે ચલાવી ટયુશન કલાસમાં આવે છે. જ્યાં 1 થી 9 ધોરણના છાત્રોને ટયૂશન કરાવે છે. અંગે સુરેશભાઇઅે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજી મારા આદર્શ છે. અડગ મન અને વિશ્વાસ હોય તો કોઇપણ કામ અશક્ય નથી. મારી પ્રગતિ પાછળ પરિવાજનો તેમજ મિત્રોની વિશેષ ભૂમિકા રહી છે. અપંગ ભાઇ- બહેનો માટે એક સંદેશ છે કે, પોતાના માતા - પિતા માટે બોઝરૂપ બની હિમત સાથે ધ્યેય નકકી કરો અને આગળ ધપો સફળતા હમેશા મળે છે. લક્ષ્ય સુધી પહોચ્યા વિના વાટમાં વિશ્રામ કેવો.આ ઉપરાંત ટયુશન કલાસમાં પણ કમ્પ્યુટર દ્વારા વિધાર્થીઓને અભ્યાસ કરાવે છે.