• Gujarati News
  • મડાણામાં રખડતા પશુના હુમલામાં બે બાળકો સહિત ત્રણ જણને ઇજા

મડાણામાં રખડતા પશુના હુમલામાં બે બાળકો સહિત ત્રણ જણને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરતાલુકાના મડાણા (ગઢ)માં શુક્રવારે રખડતી ગાયોને એક વર્ષિય બાળાને બાનમાં લીધી હતી. જે દરમિયાન તેને બચાવવા આવેલા એક યુવક તથા અન્ય એક બાળકને ગાયોએ શિંગડે ભરાવી ઇજા પહોંચાડતાં ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મડાણા (ગઢ) ગામે વડલાવાસ વિસ્તારમાં શુક્રવારે રખડતી ગાયો તોફાને ચડી હતી. જેમાં ગાયોના ટોળાંએ વર્ષિય બાળાને બાનમાં લઇ ઇજા પહોંચાડી હતી. આથી એક યુવક બાળાને બચાવવા વચ્ચે પડતાં ગાયોના ટોળાએ યુવક તથા બાજુમાં ઉભેલા અન્ય એક બાળકને પણ અડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. જેમાં યુવકને હાથના ભાગે ફેકચર થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જઇ રહ્યો છે તેમજ અગાઉ પણ રખડતી ગાયોએ અનેક લોકોને ઘાયલ કર્યા છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરોનો પાંજરે પુરવાની કામગીરી હાથ ધરાય તેવી ગ્રામજનોની માંગ છે.