કયા ગામ સંપર્ક વિહાેણા બન્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કયા ગામ સંપર્ક વિહાેણા બન્યા

ગઢડા,આવલ, ડાભેલા, ખારી, સોનવાડી, સવનીયા, ગરાસીયાપુરા, ઇસવાણી, રબારીયા, ઝાંબ્રા, ગામનો સમાવેશ થાય છે.

103વીજપોલ ધરાશાયી 60 ગામો અંધારપટ

ઉત્તરગુજરાત વીજકંપની ઇકબાલગઢના નાયબ કાર્યપાલક ઇજનેર વી.એમ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તાલુકામાં સોમવારની રાત્રે પવનના સુસવાટા સાથે મેઘતાંડવ સર્જાતા 103 જેટલા વિજપોલ ઘરાશાયી થયા છે. જેના લીધે 60 જેટલા ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે.

પાલનપુરમાંઅસંખ્ય વૃક્ષો ધરાશાયી

પાલનપુરમાંસોમવારે રાત્રે પોણા નવ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદની સાથે તેજ પવન ફુંકાતા રાજગઢી, બેંક સોસાયટી, બસ સ્ટેન્ડ, કલેકટર કચેરી, એરોમા, જિલ્લા પંચાયત, માલણ દરવાજા, ધનિયાણા ચોકડી માર્ગ સહિતના વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...