• Gujarati News
  • વાવ,ધાનેરામાં 17 ઇંચ, દિયોદર, ભાભરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો: ગાંધીનગરની નેશનલ ડિઝસ્ટાર રેસ્કયુ ફોર્સ

વાવ,ધાનેરામાં 17 ઇંચ, દિયોદર, ભાભરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો: ગાંધીનગરની નેશનલ ડિઝસ્ટાર રેસ્કયુ ફોર્સને બોલાવવી પડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાત્રણ દિવસથી સતત અને ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી ચાર તાલુકાઓમાં પુરની સ્થિતિ નિર્માણ થવા પામી છે. જેમાં લાખણીમાં 21 ઈંચ વરસાદ તારાજી સર્જી દીધી છે.જયારે વાવ, સુઇગામ અને ભાભરના અસંખ્ય ગામોમાં ચારે તરફ પાણી ફરી વળતાં અસંખ્ય લોકો પાણીમાં ફસાતા તેમને બહાર કાઢવા એનડીઆરએફના જવાનોની મદદ લેવામાં આવી છે.

બનાસકાંઠામાં મંગળવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે. જિલ્લાના લાખણી તાલુકામાં સૌૈથી વધુ 14 કલાકમાં 21 ઇંચ વરસાદ ખાબક્યો છે. પરીણામે ગામોની ચારે તરફ ફરી વળતાં લોકોઅે પાકા મકાનોની આગાસી અને ઝાડ ઉપર સહારો લીધો છે. જ્યારે સુઇગામ, ભાભર, અને વાવ તાલુકામાં પણ ભારે વરસાદના પગલે પુરની સ્થિતી સર્જાઇ છે. અહિના માર્ગો બંધ થઇ ગયા છે. સાેમવારે મોડી રાત્રે વાવાઝોડાના કારણે જિલ્લામાં અસંખ્ય વૃક્ષો મૂળ સહિત ઉખડી જતાં મોટી ખાના-ખરાબી સર્જાઇ છે. જ્યારે પુરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ગાંધીનગરથી હોડી અને બચાવ સામગ્રી લઇને અેનડીઆરએફની ચાર ટીમોની મદદ લેવામાં આવી છે. જેમાં બે બસમાં 35 જેટલા જવાનો લાખણી તાલુકામાં ફસાયેલા લોકોની મદદે પહોંચ્યા છે. બપોરે બે વાગ્યાની સ્થિતીએ ટીમો દામા ગામ પાસે પહોંચી હતી. જ્યાંથી આગળ જવા માટે માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર દિલીપ રાણા સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

તેઓએ જણાવ્યું હતું કે, ચાર તાલુકાઓમાં કોઇ જગ્યાએ 10 થી માંડીને 50ની સંખ્યામાં લોકો ફસાયા હોવાના અહેવાલ છે. જેમને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમો કામે લાગી છે. જ્યારે વાદળનું પડ જાડુ હોવાથી હેલિકોપ્ટરની મદદ લેવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ શક્ય તેટલી મદદ પુરી પાડવા માટે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

બનાસકાંઠામાં મીની વાવાઝોડા સાથે વરસાદ ગાંડોતૂર થતાં સેંકડો વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા.રહીશોને સ્થળાંતરની ફરજ પડી હતી./ ભાસ્કર

ચોવીસ કલાકથી ગામડામાં અંધારપટ

છેલ્લાબે દિવસથી ભારે વરસાદ અને સોમવારે રાત્રે આવેલા વાવાઝોડાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થતાં સંખ્યાબંધ વીજથાંભલાઓ ઉપર પડ્યા હતા. જેથી બે દિવસથી મોટાભાગના ગામોમાં અંધારપટ છવાઇ ગયો છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારના ચારથી પાંચ તાલુકાઓમા ંપુરની સ્થિતિના પગલે લોકોના મોબાઇલની બેટરીઓ ડાઉન થતાં ઘણા લોકોનો સંપર્ક થઇ શકતાે નથી.

નાંદલામાં લોકોને અગાસી ઉપર આશરો લેવો પડ્યો

ડીસાતાલુકાના નાંદલા ગામમાં રમૂણ તરફથી પાણી આવે છે. ભારે વરસાદથી નાંદલા ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા છે. નાંદલાના સુભાષભાઇ ઠક્કરે જણાવ્યું હતુ ંકે, એક ખેતરમાં આવેલા મકાન ઉપર 10 લોકોએ આશરો લીધો છે. જેમના જીવ જોખમમાં છે. જોકે તંત્રએ જણાવ્યું હતું કે, નાંદલામાં રેસ્કયુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

તાલુકા મીમી સીઝનનો કુલ વરસાદ ઇંચમાં

લાખણી 530 746 21

અમીરગઢ 150 504 6

ભાભર 350 628 14

ધાનેરા 435 838 17

દિયોદર 355 608 14

ડીસા 303 538 12

કાંકરેજ 339 586 13

પાલનપુર 218 477 9

થરાદ 329 584 13

વાવ 416 605 17

વડગામ 180 475 7

સુઇગામ 480 715 19

છેલ્લા 14 કલાકમાં કયાં કેટલો વરસાદ