• Gujarati News
  • પાલનપુર સિવિલના સર્વર રૂમની છત પરથી પોપડાં ખરવાથી દર્દીઓમાં ભય

પાલનપુર સિવિલના સર્વર રૂમની છત પરથી પોપડાં ખરવાથી દર્દીઓમાં ભય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરસિવિલ હોસ્પિટલમાં બુધવારે બપોરના સુમારે સર્વર રૂમની છત પરથી પોપટા ખરવાની ઘટનાથી કર્મચારીઓ-દર્દીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. જ્યાં હજુ પણ એઆરટી, દાઝેલા અને લેબોરેટરી વિભાગમાં છતની હાલત જર્જરિત જોવા મળી રહી હોવાથી કર્મચારીઓ, દર્દીઓ માટે જાનનું જોખમ રહેલું છે. દરમિયાન પોપડા પડવાની ઘટનાને પગલે ગુરુવારે પીઆઇયુ વિભાગના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલ દોડ્યા હતા અને નબળા બાંધકામની ચકાસણી કરી હતી.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બુધવારે બપોરના સુમારે સર્વર રૂમની છત ઉપરથી એકાએક પોપડા ખરતાં કમ્પ્યૂટર ઓપરેટર મહિલા કર્મીને ઇજાઓ થવા પામી હતી. અનુસંધાનપાના નં.8

પાલનપુર સિવિલના

તેમજકમ્પ્યૂટર સેટ અને ફર્નિચરને પણ નુકસાન થયું હતું. ઘટના બાદ ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ગુરુવારે સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં એઆરટી, દાઝેલા દર્દીઓનો વોર્ડ અને લેબોરેટરી વિભાગમાં છત જર્જરિત જણાઇ હતી. જો સત્વરે સમારકામ કરાવવામાં નહીં આવે તો દર્દીઓ તેમજ કર્મચારીઓ ઉપર જાનનું જોખમ રહેલું છે. દરમિયાન ઘટનાને પગલે ગુરુવારે પીઆઇયુ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પી.જે. બલીયા, સેક્શન ઓફિસર જાવેદભાઇ, સેનેટરી ઇન્સપેક્ટર રાહુલ લિમ્બાચીયાએ સિવિલ હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં નબળા થયેલા બાંધકામની ચકાસણી કરી હતી. અને જર્જરિત છતોનું તાત્કાલિક રીનોવેશન કરવાનું જણાવ્યું હતું.



લેબોરેટરીની મુતરડીમાં ગંદકી

સિવિલહોસ્પિટલમાંલેબોરેટરી વિભાગમાં યુરીન ટેસ્ટ માટે મુતરડી બનાવવામાં આવી છે. તેની સફાઇ કરતાં માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવે છે.

પાલનપુર સિવિલ હોસ્પિટલના સર્વર રૂમમાં બુધવારે પોપડા ખરવાની ઘટના બાદ ગુરુવારે પીઆઇયુના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી./ ભાસ્કર