- Gujarati News
- મેજરપુરા પાસે બાઇક ટ્રેકટર વચ્ચે અકસ્માત : બાઇક સવાર ઇજાગ્રસ્ત
મેજરપુરા પાસે બાઇક ટ્રેકટર વચ્ચે અકસ્માત : બાઇક સવાર ઇજાગ્રસ્ત
વડગામનામેજરપુરા પાસે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકસવાર ઇજાગ્રસ્ત થયો હતો.
વડગામ તાલુકાના મેજરપુરા નજીક આવેલા ઇસમાની માતાના મંદિર નજીક રોડના વળાંકમાં સોમવારે બપોરેના સમયે મેજરપુરા તરફથી આવી રહેલા બાઇકને સામેથી આવી રહેલા પાર્સીંગ વગરના નવિન ટ્રેકટરના ચાલક નરપતસિંહ મોહનસિંહ વાઘેલાએ ટક્કર મારતાં બાઇક પાછળ બેઠેલ મેજરપુરા ગામના દિનેશસિંહને ગંભીર ઇજાઓ થઇ હતી. જેને તાત્કાલિક વડગામ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર લઇ જવાયો હતો. જ્યાં તેની તબીયત નાજુક જણાતાં અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડાયો હતો.