• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પ્રમુખ સામે ભ્રષ્ટાચાર મુદ્દે ઉપપ્રમુખે આપેલી આત્મવિલોપનની ચીમકી પાછી ખેંચી લીધી

પ્રમુખ સામે ભ્રષ્ટાચાર મુદ્દે ઉપપ્રમુખે આપેલી આત્મવિલોપનની ચીમકી પાછી ખેંચી લીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરપાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટ્રાચાર મુદ્દે જંગે ચઢેલા ઉપપ્રમુખે નિયામકને કરેલી રજૂઆતને 80 દિવસ વિતવા છતાં કલેકટર અહેવાલ મોકલતાં સોમવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ સવારથી પોલીસ સ્ટેન્ડ ટુ બની ગઈ હતી.જોકે કચેરી દ્વારા વિગતો અપાતા ઉપપ્રમુખે આત્મવિલોપનની ચીમકી પાછી ખેંચી હતી. જેને લઈ તંત્રએ રાહતનો દમ લીધો હતો.

પાલનપુર નગરપાલિકામાં ભાજપ શાસિત શાસન ચાલે છે. ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે ગેરવહિવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અને અસંતોષ લઇને ઉકળતો ચરુ છે. જેમાં ઉપપ્રમુખ અમૃતભાઇ જોષીએ પ્રમુખ હસમુખભાઇ પઢિયાર સામે ડોરટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી, એલઇડી સ્ટ્રીટ લાઇટમાં રૂ. 6.10 લાખની ગેરરિતી, મનસ્વી રીતે કરવેરા વધારીને રહીશોને રૂ. 1.25 કરોડનું રિફંડ ચૂકવવાના આક્ષેપો કર્યા છે. જ્યારે પૂર્વ કારોબારીના ચેરમેન અનુસંધાનપાના-8

તુલસીભાઇલોહાણા વિરૂદ્ધ રેલવે સ્ટેશન નજીક આવેલા વરસાદી પાણીના નાળા ઉપર દુકાનોના કરાવાયેલા બાંધકામના આક્ષેપો કર્યો હતા. આક્ષેપો અંગે પાલિકા નિયામકને પણ રજૂઆત કરાઇ હતી. જેનો અહેવાલ કલેકટર પાસે મંગાવ્યો હતો. જે અહેવાલ 80 દિવસ સુધી મોકલાયો હતો. જેથી નારાજ થયેલા ઉપપ્રમુખ અમૃતભાઇએ 25 મે સુધી અહેવાલ નહી મોકલાય તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જેથી પોલીસતંત્ર અને વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સોમવારે મુદ્દત પૂર્ણ થતાં સવારથી પોલીસે કલેકટર કચેરી ખાતે બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે કલેકટર કચેરી દ્વારા અંગેનો અહેવાલ નિયામકને મોકલાયો હોવાનો પત્ર નંબર ટાંકીને ઉપપ્રમુખને લેખિત જાણ કરાઇ હતી. જેના પગલે મામલો હાલ પુરતો થાળે પડી ગયો હતો.

કલેકટરે અહેવાલ મોકલ્યાનો પત્ર આપ્યો છે

પાલનપુરપાલિકાજુદાજુદા પાંચ કૌભાંડ અંગે પાલિકા નિયામકને રજૂઆત કરી હતી. જે અંગે સોમવારે અહેવાલ મોકલાયાનો પત્ર મળતાં હાલ આત્મવિલોપન અંગે કંઇ કરવાનું નથી રહેતું - અમૃતભાઇજોષી (ઉપપ્રમુખ)

ભ્રષ્ટાચાર આક્ષેપના મુદ્દે ઉપપ્રમુખે નિયામકને રજૂઆત કરી હતી. જેમાં નિયામકે મંગાવેલો અહેવાલ કલેકટરે મોકલતાં આત્મવિલોપનની ચીમકી આપી હતી. છેવટે અહેવાલ મોકલાયાનો પત્ર સોમવારે અાપતાં ચીમકી પાછી ખેંચતાં પોલીસ સહિત તંત્રએ રાહતનો દમ લીધો હતો./ ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...