તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |બોચાસણવાળા શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ વિશ્વનંદનીય પ્રમુખસ્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |બોચાસણવાળા શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ વિશ્વનંદનીય પ્રમુખસ્વામી મહારાજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |બોચાસણવાળા શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ વિશ્વનંદનીય પ્રમુખસ્વામી મહારાજ શુક્રવારના રોજ બ્રહ્મલીન થતાં શોક પ્રસરી ગયો છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન લાખો લોકોના સંપર્કમાં આવ્યા હતા. તેમજ 18,000થી પણ વધુ ગામડાઓમાં વિચરણ કરી દેશ-પરદેશના લોકોના સુખ-દુ:ખમાં સહભાગી બન્યા હતા. ત્યારે પાલનપુર ખાતે આબુ હાઇવે નજીક આવેલા મનન બંગ્લોઝ ખાતે તેમજ ડીસામાં બીએપીએસ સ્વામી નારાયણ મંદિર ખાતે ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. તેમજ સોમવારે ઘણી મોટી સંખ્યામાં જિલ્લાના હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે સારંગપુર ખાતે જવાના છે.

પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં પાલનપુર-ડીસામાં ધૂન કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો