તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાંઠા જિલ્લો આજે દેશભક્તિના રંગે રંગાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાંઆજે સોમવારે 70 મા સ્વાતંત્રદિનની ઉજવણી કરાશે. પ્રસંગે શાળા-કોલેજો, સરકારી-સામાજીક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓમાં ત્રિરંગાને સલામી આપવામાં આવશે. સમગ્ર જિલ્લો દેશભકિતના રંગે રંગાઇ જશે.

જિલ્લાના પાલનપુર, દાંતા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વાવ, ડીસા, ધાનેરા, દિયોદર, ભાભર, લાખણી કાંકરેજ અને સુઇગામ તાલુકામાં શાળા, કોલેજો, સહકારી સામાજીક સંસ્થાઓ, સરકારી કચેરીઓમાં આજે સોમવારે 70 મા સ્વાતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવશે. પ્રસંગે દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાને સલામી આપવામાં આવશે. જ્યાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ પાલનપુર ખાતે આવેલી સરકારી ઇમારતોને રોશનીથી ઝગમગાવવામાં આવી હતી. જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. અનુસંધાનપાના નં-8

કંબોઇ : કાકરેજતાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ આજે સોમવારે કંબોઇ ખાતે ગાયત્રી વિદ્યાલયમાં યોજાશે. જ્યાં કાંકરેજના મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. પ્રસંગે અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહેશે. જ્યાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

પાલનપુરમાં યાદ કરો કુરબાની ‘ત્રિરંગા યાત્રા’ રવિવારે સાંજે કલેકટર કચેરીથી નીકળી પાતાળેશ્વર મંદિર પહોંચી હતી. જેમાં ભારતમાતા તેમજ શહીદોની વેશભૂષા ધારણ કરેલ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો