તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલપુર-એટામાં બુટલેગરોએ ધમકી આપતાં રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવતાલુકાના લાલપુર-એટા ગામે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસનમુક્તિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જો કે, ગામના બુટલેગરો દ્વારા ખોટા કેસ કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવતી હોઇ ઠાકોર સેના દ્વારા અંગે સૂઇગામ પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી.

વાવ તાલુકાના લાલપુર-એટા ગામની ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સૂઇગામ પોલીસ મથકે કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, સેના દ્વારા બંને ગામોમાં દારૂના વેચાણ અને પીવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેનાથી બુટલેગરો રોષે ભરાયા છે. અને સેનાના યુવકોને ખોટા કેસ કરી ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. ત્યારે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

વાવના લાલપુર-એટા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સૂઇગામ પોલીસને રજૂઆત કરાઇ.

અન્ય સમાચારો પણ છે...