તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર| પાલનપુરખાતે ડીસા હાઇવે તિરૂપતી ભાગ 2 પાસે આવેલી શ્રી લોહાણા

પાલનપુર| પાલનપુરખાતે ડીસા હાઇવે તિરૂપતી ભાગ-2 પાસે આવેલી શ્રી લોહાણા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરખાતે ડીસા હાઇવે તિરૂપતી ભાગ-2 પાસે આવેલી શ્રી લોહાણા સમાજ પ્રગતિ મંડળના સંકુલમાં રવિવારે સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે પર્યાવરણ બચાવો અભિયાનના ભાગરૂપે ‘વૃક્ષ વાવો-સમૃદ્ધિ લાવો’ ના અભિગમરૂપે ટ્રસ્ટના પ્રમુખ જલારામભાઇ ઠક્કરના નેતૃત્ત્વમાં વિવિધ પ્રકારના 201 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટી રમેશભાઇ ઠક્કર (નિવૃત્ત વન અધિકારી) દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવી તેના ઉછેર અને જાળવણી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

લોહાણા સમાજ પ્રગતિ મંડળના સંકુલમાં 201 રોપાનું વાવેતર

અન્ય સમાચારો પણ છે...