તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરની કોલેજના છાત્રને NSSમાં રાજ્યકક્ષાનો એવોર્ડ

પાલનપુરની કોલેજના છાત્રને NSSમાં રાજ્યકક્ષાનો એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ 122 સર્ટીફિકેટ પ્રાપ્ત કર્ય

પાલનપુરનીઆર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રને એનએસએસ વિભાગનો 2015-16નો રાજ્યકક્ષાનો ઇન્દિરાગાંધી નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેણે કોલેજની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ અત્યાર સુધીમાં 122 પ્રમાણપત્રો મેળવ્યા છે.

વાવ તાલુકાના ઢીમાના હરચંદભાઇ શંકરભાઇ ચૌહાણ એનએસએસમાં છેલ્લા વર્ષથી વિવિધ પ્રવૃતિઓ કરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ. જે બદલ રાજ્યકક્ષાનો ઇન્દિરાગાંધી નેશનલ એવોર્ડ 2015-16 એનાયત કરવામાં આવ્યો હતો. અંગે હરચંદભાઇ ચૌહાણે જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં બેસ્ટ લીડર, બેસ્ટ વોલેન્ટર, બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર, બેસ્ટ સ્ટુન્ડટ સહિતના વિવિધ પ્રવૃતિના 122 પ્રમાણપત્રો મેળવ્યા છે. મારી સિદ્ધી પાછળ હાઇસ્કુલમાં આચાર્ય ચેલાભાઇ, દિલીપભાઇ અને હસાબેન જ્યારે કોલેજમાં ડો.ભીમસિંહ હડિયોલ, કલ્પનાબેન, પ્રો.મુકેશ રાવલ, સુરેખાબેન પટેલ, પ્રિન્સીપાલ ડો.એસ.જી.ચૌહાણનું માર્ગદર્શન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...