તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરની મહંમદી સોસાયટીમાં ગટર ઉભરાતા લોકો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનીમહંમદી સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાવવાની સમસ્યાને લઇ સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અંગે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઇ કામગીરી કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નિકળ‌ાની દહેશત વર્તાઇ રહી છે.

પાલનપુર મહંમદી સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાઇ રહી છે. અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના સેનીટેશન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેથી તંત્ર દ્વારા કામગીરી કરવાની ખાત્રી અપાઇ હતી. પરંતુ આજ દિન સુધી કોઇ કામગીરી કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે. અંગે સ્થાનિક રહીશ ઇદ્રીશભાઇ પઠાણે જણાવ્યું હતુ કે, વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં વિસ્તારમાં ગટરના પ્રશ્નનો નિકાલ કરવામાં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગ અપનાવીશુ અને તેમ છતાં કોઇ નિરાકરણ નહી આવે તો કોર્ટના દ્વાર ખખડાવી ન્યાય મેળવવા પ્રયત્ન કરીશું.

પાલનપુરની મહંમદી સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...