• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સુઇગામતાલુકાના લીંબુણી ગામની સીમમાંથી પસાર થતી લીંબુણી માઇનોર કેનાલમાં

સુઇગામતાલુકાના લીંબુણી ગામની સીમમાંથી પસાર થતી લીંબુણી માઇનોર કેનાલમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુઇગામતાલુકાના લીંબુણી ગામની સીમમાંથી પસાર થતી લીંબુણી માઇનોર કેનાલમાં શનિવારે રાત્રે 50 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઇ ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલમાં છાશવારેને છાશવારે ગાબડા પડી રહ્યા છે. ત્યારે નવેમ્બર માસમાં નવથી દસ જગ્યાએ ગાબડા પડ્યા છે. જેને લઇ ખેડૂતોને લાખોનું નુકસાન થતાં ખેડૂતોમાં કેનાલની હલકી ગુણવત્તાને લઇ ભારે રોષ ફેલાયો છે. ત્યારે શનિવારની રાત્રે સુઇગામ તાલુકાના લીંબુણી ગામની સીમમાંથી પસાર થતી લીંબુણી માઇનોર કેનાલમાં સોઢા કરશનજીના ખેતરમાં 50 ફૂટનું ગાબડું પડ્યું હતું. જેને લઇ હજારો લિટર પાણી વળી ગયું હતું. જે પાણી ખેડૂતના ખેતરમાં ઉભેલા શિયાળુ પાકોમાં ફરી વળતા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી. અંગે સોઢા કરનશજીએ જણાવ્યું હતું કે, ‘કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કેનાલમાં કામ કરાતાં કેનાલો તૂટી રહી છે જેનું નુકસાન અમારે ખેડૂતોએ ભોગવું પડે છે.’ જેને લઇ ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ઠેર ઠેર કેનાલમાં ગાબડાં તૂટવાનું કારણ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવતું હલકી ગુણવત્તાનું કામ જવાબદાર છે.

અન્ય સમાચારો પણ છે...