• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • મેગાળ રૂપાલ વચ્ચે રિક્ષા પલટી જતાં પિતા પુત્ર ઘાયલ

મેગાળ-રૂપાલ વચ્ચે રિક્ષા પલટી જતાં પિતા-પુત્ર ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ |વાસણા (કાણોદર) ગામના મયુરસિંહ રાજપૂત (ઉં.વ.13) તથા તેમના પિતા જશવંતસિંહ રાજપૂત રવિવારે રિક્ષા લઇને પિલુચા તરફથી વડગામ તરફ આવી રહ્યા હતા. તે સમયે મેગાળ-રૂપાલ વચ્ચે અચાનક રિક્ષા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેથી બન્ને પિતા-પુત્રને ઇજાઓ થઇ હતી. તેઓને વડગામ 108 ના પાયલોટ સાદીકભાઇ તથા ઇએમટી પ્રવિણાબેન દ્વારા ઘટના સ્થળે પહોંચી જઇને બંનેને તાત્કાલિક વડગામ સીએચસીમાં સારવાર અર્થે લવાયા હતા. જેમાં મયુરસિંહને વધુ ઇજાઓ થઇ હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હોવાનું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...